કાશ્મીર મુદ્દે ધોબીપછાડ મળ્યા બાદ PAKનો નવો પેંતરો, આ રાજ્ય સુધી પહોંચાડી રહ્યું છે 'ઝેર'
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. રોજેરોજ નવા નવા કાવતરા ઘડ્યા કરે છે. કાશ્મીર મુદ્દાનું આતંરરાષ્ટ્રીય કરવા ગયેલા પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રમાં ઘોર અપમાન સહન કરવાનો વારો આવ્યો અને વૈશ્વિક પટલ ઉપર ઈસ્લામિક દેશો સહિત અન્ય દેશોએ સાથ ન આપતા હવે તે નાપાક હરકતો પર ઉતરી આવ્યું છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ હવે પાકિસ્તાન સોશિયલ મીડિયા દ્વારા લોકોને ભડકાવી રહ્યું છે. આ સાથે જ નાગાલેન્ડના ઉગ્રવાદીઓ સુધી પણ પોતાની પહોંચ વધારી રહ્યું છે.
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાની સેના પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારત વિરોધી વીડિયો શૂટ કરી રહી છે. ત્યારબાદ તે લોકોને ભડકાવવા માટે તથા ઉશ્કેરવા માટે સોશિયલ મીડિયા દ્વારા તેમના સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. કહેવાય છે કે પાકિસ્તાની ઓફિસર પીઓકેમાં એવા નકલી વીડિયો શૂટ કરી રહ્યાં છે કે જેમાં કેટલાક લોકોએ ભારતીય વરદી પહેરી છે.
જુઓ LIVE TV
આ લોકો કેટલાક નાગરિકો પર અત્યાચાર કરી રહ્યાં છે. પાકિસ્તાન પોતાના આ પ્રોપેગેન્ડાનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાન તરફથી આ વીડિયો નાગાલેન્ડના ઉગ્રવાદીઓને પણ મોકલવામાં આવી રહ્યાં છે. આ નકલી વીડિયો દ્વારા પાકિસ્તાન તેમને ભારત વિરોધી કામ કરવા માટે ઉશ્કેરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે